|| Sevo sambhavnath jugte be kar jodi lyrics-
JAIN STAVAN SONG ||
સેવો સંભવનાથ જુગતે બે કર જોડી
To download this song click HERE
Sevo sambhavnath jugte be kar jodi lyrics jain stavan
स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE
|| Sevo sambhavnath jugte be kar jodi lyrics ||
સેવો સંભવનાથ જુગતે બે કર જોડી
ચોસઠ સુરપતિ પદયુગ જેહના, પ્રણમે હોડાહોડિ
સમવસરણ મન-રંગે સેવે, સુર નર કોડાકોડિ...સેવો...(૧)
દેશના વચન સુધારસ ચાખે, ભવિજન મત્સર મોડી
નયણાનંદી પ્રભુ-મુખ નિરખે, મિથ્યા ભ્રમ વિછોડી...સેવો...(૨)
અજર અમર સમતારસ ભાવી, મમતા-બંધન છોડી
પ્રભુ-સેવાથી શિવ-પદ પામી, જેહમાં નહિ કોઈ ખોડિ...સેવો...(૩)
માનવ-ભવનો લાહો લેવો સુમતિ કરી સંઘોડી
એક-મના ભવિ જિન આરાધો, દેવ દયાકર દોડી...સેવો...(૪)
હંસના સાહેબ પાસે હેજે, ઈમ માગું કર જોડી
પદ-પંકજની સેવા દીજે, ભવ-ભવનાં દુખ ત્રોડી...સેવો...(૫)
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD JUST CLICK THE BELOW
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
to download itHIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
No comments:
Post a Comment