Showing posts with label Ajit prabhuji kaaj hamara saro re. Show all posts
Showing posts with label Ajit prabhuji kaaj hamara saro re. Show all posts

Saturday, June 12, 2021

Ajit Jineshwar charanni seva

|| Prabhuji meher kari kaaj saaro Ajit Jineshwar LYRICS 
JAIN STAVAN SONG ||
To download this song click HERE



अजीत जिनेश्वर चरण की सेवा  स्तवन सांग

जैन स्तवन

||અજિત જિણેસર ચરણની સેવા હેવાએ હું||

Prabhuji meher kari kaaj saaro Ajit Jineshwar,Ajit Jineshwar charanani seva,Ajit prabhuji kaaj hamara saro re,jain stavan ajit jineshwar,
Ajit Jineshwar charanni seva



|| અજિત જિણેસર ચરણની સેવા... ||

અજિત જિણેસર ચરણની સેવા, હેવાએ હું હલિયો રે,
કહિયે અણચાખ્યો પણ અનુભવ, રસનો ટાણો મલિયો;
પ્રભુજી મહેર કરીને આજ, કાજ હમારાં સારો...(૧)

મૂકાવ્યો પણ હું નવિ મુકું, ચૂકું એ નવિ ટાણો;
ભક્તિભાવ ઉઠયો જે અંતર, તે કિમ રહે શરમાણો. પ્રભુજી...(૨)

લોચન શાંત સુધારસ સુભગાં, મુખ મટકાળું સુપ્રસન્ન;
યોગમુદ્રાનો લટકો ચટકો, અતિશયનો અતિધન્ન. પ્રભુજી...(૩)

પિંડ પદસ્થ રૂપચ્થે લીનો, ચરણ કમળ તુજ ગ્રહીયાં;
ભ્રમર પરે રસ સ્વાદ ચખાવો, વિરસો કાંકરો મહીયાં. પ્રભુજી...(૪)

બાળ કાળમાં વાર અનંતી, સામગ્રીએ નવિ જાગ્યો;
યૌવન કાળે રસ તે ચાખ્યો, તું સમરથ પ્રભુ માગ્યો. પ્રભુજી...(૫)

તું અનુભવરસ દેવા સમરથ, હું પણ અરથી તેહનો;
ચિત્તવિત્ત ને પાત્રસંબધે, અજર રહ્યો હવે કેહનો. પ્રભુજી...(૬)

પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો;
માનવિજય વાચક ઈમ જંપે, હુઓ મુજ મન કામ્યો. પ્રભુજી...(૭)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 


|| Ajitnath BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it