महामंत्र छे मोटो जगमां, एक ज श्री नवकार रे
धून लगावो साथे मळी सहुं ए छे तारणहार रे
हे जी महामंत्र छे मोटो जगमां…
नमो अरिहंताणं कहेता तरीये सागर पार रे (२)
नमस्कार होजो सिध्धो ने, कोटि कोटि वार रे (२)
आचार्य भगवंतो ने हुं, वंदु वारंवार रे
धून लगावो…
उपाध्याय स्वाध्याय दइने, करे सदा उपकार रे (२)
साधुनी सेवा करवाने, थाजो सौ तैयार रे (२)
ए पांचेनी भक्ति करीने सफळ करो अवतार रे
धून लगावो…
नवकारना अनेक गुणो, गणता नावे पार रे (२)
एमां पूर्ण पणे समायो चौद पूर्वनो सार रे (२)
धन्य धन्य अवतार जेनो, समरे श्री नवकार रे
धून लगावो…
Mahamantra che moto jagma |
મહામંત્ર છે મોટો જગમાં, એક જ શ્રી નવકાર રે
ધૂન લગાવો સાથે મળી સહું એ છે તારણહાર રે
હે જી મહામંત્ર છે મોટો જગમાં…
નમો અરિહંતાણં કહેતા તરીયે સાગર પાર રે (૨)
નમસ્કાર હોજો સિધ્ધો ને, કોટિ કોટિ વાર રે (૨)
આચાર્ય ભગવંતો ને હું, વંદુ વારંવાર રે
ધૂન લગાવો…
ઉપાધ્યાય સ્વાધ્યાય દઇને, કરે સદા ઉપકાર રે (૨)
સાધુની સેવા કરવાને, થાજો સૌ તૈયાર રે (૨)
એ પાંચેની ભક્તિ કરીને સફળ કરો અવતાર રે
ધૂન લગાવો…
નવકારના અનેક ગુણો, ગણતા નાવે પાર રે (૨)
એમાં પૂર્ણ પણે સમાયો ચૌદ પૂર્વનો સાર રે (૨)
ધન્ય ધન્ય અવતાર જેનો, સમરે શ્રી નવકાર રે
ધૂન લગાવો…
This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI
BELOW HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
No comments:
Post a Comment