Showing posts with label Sumatinath bhagwan jain song. Show all posts
Showing posts with label Sumatinath bhagwan jain song. Show all posts

Thursday, July 29, 2021

Prabhu sumati sanmati aapo ne - sumatinath bhagwan jain song

|| Sumati jineshwar seviye ho laal lyrics- 
JAIN STAVAN SONG ||
प्रभु सुमति सुमति आपो ने
To download this song click HERE


प्रभु सुमति सुमति आपो ने
Prabhu sumati sanmati aapo ne  lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन

Prabhu sumati sanmati aapo ne,sumatinath bhagwan jain song,प्रभु सुमति सुमति आपो ने lyrics,mara bhavna dukhada kaapo neh,પ્રભુ સુમતિ સંમતિ આપો ને,

|| प्रभु सुमति सुमति आपो ने lyrics ||

હે જિનેશ્વર, મારી સર્વ કુમતિ દૂર થઈ, સુમતિ પ્રાપ્ત થાઓ...

પ્રભુ સુમતિ સંમતિ આપો ને, પ્રભુ સુમતિ સંમતિ આપો ને;
મારા ભવના દુ:ખડા કાપો ને...પ્રભુ(૧)

કુશલપુરીમાં આપે જન્મ લીધો, મેઘરથ રાજાએ ઉત્તમ કીધો;
માતા મંગલ ગાય, આનંદ મંગલ વર્તાય તને ભજનારા પાર ઉતર્યા રે...પ્રભુ(૨)

મારી અંતર ભાવના એ ભક્તિ કરું, તપ-ત્યાગ ના ચરણે પુષ્પો ધરુ;
તોરણ બંધાવું આજ, ભવ ફૂલોના રાજ તમે શાસન ચાંદ ચમક્યા રે...પ્રભુ(૩)

જુગજુગની કુટેવ કાઢો મારી, તુમ દર્શને જાય વાસના મારી;
શરણું તારું સ્વીકારું નૈયા પાર ઉતારો હીરક શિશુના આપ છો નાવલીયા...પ્રભુ(૪)

સુમતિનાથ સુમતિદાતા શરણાગતને આપે રે સાતા;
તુમ નામે વૈર વિરોધ જાતા જન્મો જન્મથી ઉગારી લ્યો ત્રાતા...પ્રભુ(૫)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 


|| Sumatinath BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

Sumati jineshwar sahib shobhta - sumatinath bhagwan lyrics

|| Sumati jineshwar saahib shobhta
JAIN STAVAN SONG ||
सुमति जिनेश्वर साहिब शोभता 
To download this song click HERE


सुमति जिनेश्वर साहिब शोभता
Sumati jineshwar sahib shobhta lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन

Sumati jineshwar saahib shobta,सुमति जिनेश्वर साहिब शोभता ,sumatinath bhagwan jain song,sumati karan sansar,સુમતિ સુમતિ દાતાર,સુમતિ જિનેશ્વર સાહિબ શોભ

|| Sumati jineshwar sahib shobhta lyrics ||

સુમતિ જિનેશ્વર સાહિબ શોભતા, સુમતિ કરણ સંસાર
સુમતિ જપ્યાં થી સુમતિ બધૈ ઘણી, સુમતિ સુમતિ દાતાર...સુમતિ(૧)

ધ્યાન સુધારસ નિરમલ ધ્યાય નૈં, પામ્યા કેવલ નાણ
બાણ સરસ વર જન બહુ તારિયા, તિમિર હરણ જગભાણ...સુમતિ(૨)

ફટિક સિંહાસણ જિનજી ફાબતા, તરુ અશોક ઉદાર
છત્ર ચમર ભામંડલ ભલકતો, સુર દુન્દુભિ ઝિણકાર...સુમતિ(૩)

પુષ્પ-વૃષ્ટિ દિવ્ય-ધ્વનિ દીપતી, સાહિબ જગ સિણગાર
અનંત જ્ઞાન દર્શન બલ ચરણ હી, દ્વાદશ ગુણ શ્રીકાર...સુમતિ(૪)

વાણ અમી સમ ઉપશમ રસ ભરી, દુર્ગતિ મૂલ કષાય
શિવ સુખનાં અરિ શબ્દાદિક કહ્યા, જગ તારક જિનરાય...સુમતિ(૫)

અંતરયામી! શરણૈ આપરૈ, હૂઁ આયો અવધાર
જાપ તુમારો નિશ દિન સંમરૂં, શરણાગત સુખકાર...સુમતિ(૬)

સંવત ઉગણીસૈ સુદિપખ ભાદ્રવૈ, બારસ મંગલવાર
સુમતિ જિનેશ્વર તન મન સ્યૂં રટ્યા, આનંદ ઉપનો અપાર...સુમતિ(૭)


This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 


|| Sumatinath BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

अहो श्री सुमति जिन शुद्धता तारी - sumatinath bhagwan jain song

|| Aho shri Sumati jin shudhta taari 
JAIN STAVAN SONG ||
अहो श्री सुमति जिन शुद्धता तारी 
To download this song click HERE


अहो श्री सुमति जिन शुद्धता तारी 
Aho sri sumati jin shudhta tahri lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन

Aho shri Sumati jin shudhta taari,अहो श्री सुमति जिन शुद्धता तरी, sumatinath bhagwan jain song,અહો શ્રી સુમતિ જિન,શુદ્ધતા તાહરી,સ્વગુણ પર્યાય પરિણામરા

|| अहो श्री सुमति जिन शुद्धता तारी  lyrics ||

અહો શ્રી સુમતિ જિન,શુદ્ધતા તાહરી,સ્વગુણ પર્યાય પરિણામરામી;
નિત્યતા એકતા અસ્તિતા ઇતરયુત,ભોગ્ય ભોગી થકો પ્રભુ અકામી...અહો(૧)

ઊપજે વ્યય લહે,તહવિ તેહવો રહે,ગુણ પ્રમુખ બહુલતા તહવિ પિંડી;
આત્મભાવે રહે અપરતા નવિ ગ્રહે,લોકપ્રદેશમિત પણ અખંડી...અહો(૨)

કાર્ય કારણપણે પરિણમે તહવિ ધ્રુવ,કાર્યભેદે કરે પણ અભેદી;
કર્તતા પરિણમે નવ્યતા નવિ રમે,સકલ વેત્તા થકો પણ અવેદી...અહો(૩)

શુદ્ધતા બુદ્ધતા દેવ પરમાત્મા,સહજ નિજભાવભોગી અયોગી;
સ્વપર ઉપયોગી તાદાત્મ્ય સત્તારસી,શક્તિ પ્રયુંજતો ન પ્રયોગી...અહો(૪)

વસ્તુ નિજ પરિણતે સર્વ પરિણામકી,એટલે કોઈ પ્રભુતા ન પામે;
કરે જાણે રમે અનુભવે તે પ્રભુ,તત્ત્વ સ્વામિત્વ શુચિ તત્ત્વ ધામે...અહો(૫)

જીવ નવિ પુગ્ગલી,નૈવ પુગ્ગલ કદા,પુગ્ગલાઘાર નહિ તાસરંગી;
પરતણો ઇશ નહિ,અપર ઐશ્વર્યતા,વસ્તુધર્મે કદા ન પરસંગી...અહો(૬)

સંગ્રહે નહીં,આપે નહીં પરભણી,નવિ કરે આદરે ન પર રાખે;
શુદ્ધ સ્યાદ્વાદ નિજ ભાવ ભોગી જિકે,તેહ પરભાવને કેમ ચાખે!...અહો(૭)

તાહરી શુદ્ધતા ભાસ આશ્ચર્યથી,ઊપજે રુચિ તેણે તત્ત્વ ઈહે;
તત્વરંગી થયો દોષ થી ઊભગ્યો,દોષ ત્યાગ્યે ઢલે તત્ત્વ લીહે...અહો(૮)

શુદ્ધ માર્ગે વધ્યો, સાધ્ય સાધન સધ્યો,સ્વામી પ્રતિછંદે સત્તા આરાધે;
આત્મનિષ્પત્તિ તિમ સાધના નવિ ટકે, વસ્તુ ઉત્સર્ગ આતમ સમાધે...અહો(૯)

માહરી શુદ્ધ સત્તાતણી પૂર્ણતા,તેહનો હેતુ પ્રભુ તુંહિ સાચો;
દેવચંદ્રે સ્તવ્યો મુનિગણે અનુભવ્યો,તત્ત્વ ભક્તે ભવિક સકળ રાચો...અહો(૧૦)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 


|| Sumatinath BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

Sumati charan kaj aatam arpana lyrics- Sumatinath bhagwan jain song

|| Sumati charan kaj aatam arpan lyrics- 
JAIN STAVAN SONG ||
सुमति चरण कज आतम अर्पण
To download this song click HERE


सुमति चरण कज आतम अर्पण
Sumati charan kaj aatam arpana lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन

Sumati charan kaj aatam arpana lyrics,Sumatinath bhagwan jain song,सुमति चरण कज आतम अर्पण,trivid sakal,સુમતિ ચરણ ક જ આતમ અરપણા, દર્પણ જિમ અવિકાર,

          || सुमति चरण कज आतम अर्पण lyrics ||

સુમતિ ચરણ ક જ આતમ અરપણા, દર્પણ જિમ અવિકાર સુજ્ઞાની |
મતિ તરપણ બહુ સમ્મત જાણીયેં, પરિસરપણ સુવિચાર સુજ્ઞાની...સુમતિ(૧)

ત્રિવિધ સકળ તનુ ધર ગત આતમા, બહિરાતમ ધુરિ ભેદ સુજ્ઞાની |
બીજો અંતરઆતમ, તીસરો પરમાતમ અવિછેદ સુજ્ઞાની...સુમતિ(૨)

આતમબુદ્ધેં હો કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ સુજ્ઞાની |
કાયાદિકનો હો સાખી ધર રહ્યો, અંતર આતમ રૂપ સુજ્ઞાની...સુમતિ(૩)

જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વરજિત સકળ ઉપાધિ સુજ્ઞાની |
અતીંદ્રિય ગુણગણ મણિ આગરૂ, ઈમ પરમાતમ સાધ સુજ્ઞાની...સુમતિ(૪)

બહિરાતમ તજી અંતર આતમા, રૂપ થઇ થિરભાવ સુજ્ઞાની |
પરમાતમનું હો આતમભાવવું, આતમ અર્પણ દાવ સુજ્ઞાની...સુમતિ(૫)

આતમ અર્પણ વસ્તુ વિચારતાં ભરમ ટળે મતિ દોષ સુજ્ઞાની |
પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસ પોષ સુજ્ઞાની...સુમતિ(૬)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 


|| Sumatinath BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it