સંતિકરં સંતિજિણં, જગ--સરણં જયસિરીઈદાયારં ।
સન્--તિ--કરમ્ સન્--તિ--જિણમ્, જગ--સરણમ્ જયસિરીઈ--દાયા--રમ્,
શાંતિ કરનારા, શાંતિનાથ ભગવાનને, જગતના જીવોને શરણરૂપ, જય અને શ્રી ને (લક્ષ્મીને) આપનારને,
સમરામિ ભત્ત--પાલગ--નિવ્વાણી--ગરુડ--કય--સેવં ॥ ૧ ॥
સમરા--મિ ભત્--ત--પાલગ--નિવ્--વાણી--ગરુડ--કય--સેવમ્.
સ્મરણ કરું છું ભકતોનું પાલન કરનારા નિર્વાણી દેવી તથા ગરુડ યક્ષ વડે સેવાયેલા.
ૐ સનમો વિપ્પોસહિ--પત્તાણં સંતિસામિ--પાયાણં ।
ૐમ્ સન--મો વિપ્--પો--સહિ--પત્--તાણમ્ સન્--તિ--સામિ--પાયા--ણમ્,
ૐ નમઃ સંયુક્ત, વિપ્રુડૌષધિ નામની લબ્ધિ પ્રાપ્ત કરનારને, શ્રી શાંતિનાથ ભગવાનને પૂજ્ય,
ઝ્રૌં સ્વાહા--મંતેણં, સવ્વાસિવ--દુરિઅ--હરણાણં ॥ ૨ ॥
ઝર્ઔમ્ સ્વાહા--મન્--તેણમ્, સવ્--વા--સિવ--દુરિઅ--હરણા--ણમ્.
ઝ્રૌં સ્વાહાવાળા મંત્રો વડે (મંત્રાધિષ્ઠ થયેલ) સર્વ ઉપદ્રવ અને પાપ હરણ કરવા સમર્થ.
ૐ સંતિ નમુક્કારો, ખેલોસહિમાઈ--લદ્ધિ--પત્તાણં ।
ૐમ્ સન્--તિ નમુક્--કા--રો, ખેલો--સહિ--માઈ--લદ્--ધિ--પત્--તાણમ્,
ૐ મંત્ર વડે શ્રી શાંતિનાથ ભગવાનને (કરાયેલો) નમસ્કાર, શ્ર્લેષ્મોષધ્યાદિક લબ્ધિ પામેલાને,
સૌં હ્રીં નમો સવ્વોસહિ--પત્તાણં ચ દેઈ સિરિં ॥ ૩ ॥
સૌમ્ હ્રિમ્ નમો સવ્--વો--સહિ--પત્--તાણમ્ ચ દેઈ સિરિમ્.
સૌં હ્રીં નમઃ એ મંત્ર સર્વોષધિ નામક લબ્ધિ પ્રાપ્ત કરનારને અને આપે છે શ્રી ને.
વાણીતિહુઅણસામિણી--સિરિદેવીજક્ખરાયગણિપિડગા ।
વાણી--તિહુઅણ--સામિણિ--સિરિદેવી--જક્--ખ--રાય ગણિ--પિસગા,
સરસ્વતિ, ત્રણ ભુવનની સ્વામિની, શ્રી દેવી, યક્ષરાજ ગણિપિટક,
ગહદિસિપાલસુરિંદા, સયા વિ રક્ખંતુ જિણભત્તે ॥ ૪ ॥
ગહ--દિસિ--પાલ--સુરિન્--દા, સયા વિ રક્--ખન્--તુ જિણ--ભત્--તે.
ગ્રહો, દિક્પાલો, દેવેન્દ્રો, નિરંતર--સદા માટે પણ રક્ષણ કરો જિન--ભકતોનું.
રક્ખંતુ મમ રોહિણિ--પન્નતી, વજ્જસિંખલા ય સયા ।
રક્--ખન્--તુ મમ રોહિણિ--પન્--નતી, વજ્--જ--સિઙ્--ખલા ય સયા,
રક્ષણ કરો મારું રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા અને સદા માટે,
વજ્જંકુસિ ચક્કેસરિ--નરદત્તા--કાલિ--મહાકાલી ॥ ૫ ॥
વજ્--જઙ્--કુસિ ચક્--કેસરિ--નર--દત્--તા--કાલિ--મહા--કાલી.
વજાંકુશી, ચેકેશ્ર્વરી, નરદત્તા, કાલી, મહાકાલી.
ગોરી તહ ગંધારી, મહજાલા માનવી અ વઈરુટ્ટા ।
ગોરી તહ ગન્--ધા--રી, મહજાલા માનવી અ વઈ--રુટ્--ટા,
ગૌરી તથા ગાંધારી, મહાજ્વાલા, માનવી અને વૈરોટ્યા,
અચ્છુત્તા માણસિઆ, મહામાણસિયા ઉ દેવીઓ ॥ ૬ ॥
અચ્--છુત્--તા માણ--સિઆ, મહા--માણ--સિયા ઉ દેવી--ઓ.
અચ્છુપ્તા, માનસી, મહામાનસી વળી દેવીઓ વિધાદેવીઓ.
જક્ખા ગોહુહ--મહજક્લ--તિમુહ--જક્ખેસ--તુંબરુ કુસુમો ।
જક્--ખા ગો--હુહ--મહ--જક્--લ--તિ--મુહ--જક્--ખેસ--તુમ્--બરુ કુસુમો,
યક્ષો, ગોમુખ, મહાયક્ષ, ત્રિમુખ, યક્ષેશ અને તુંબરુ, કુસુમ,
માયંગ--વિજય--અજિઆ, બંભો મણુઓ સુરકુમારો ॥ ૭ ॥
માયઙ્--ગ--વિજય--અજિઆ, બમ્--ભો મણુ--ઓ સુર--કુમારો.
માતંગ, વિજય અને અજિત, બ્રહ્માયક્ષ, મનુજ, સુરકુમારો.
છમ્મુહ પયાલ કિન્નર, ગરુલો ગંધવ્વ તહ ય જક્ખિંદો ।
છમ્--મુહ પ--યાલ કિન્--નર, ગરુ--લો ગન્--ધવ્--વ તહ ય જક્--ખિન્--દો
ષણ્મુખ, પાતાલ, કિન્નર, ગરુડ, ગંધર્વ તે જ રીતે યક્ષેંદ્ર,
કુબેર વરુણો ભિઉડી, ગોમેહો પાસ માયંગા ॥ ૮ ॥
કુ--બેર વરુ--ણો ભિ--ઉડી, ગો--મેહો પાસ માયઙ્--ગા.
કુબેર, વરુણ, ભકુટિ, ગોમેઘ, પાર્શ્ર્વ અને માતંગ.
દેવિઓ ચક્કેસરિ--અજિઆ--દુરિઆરિ--કાલિ--મહાકાલી ।
દેવિ--ઓ ચક્--કેસરિ--અજિ--આ--દુરિ--આરિ--કાલિ--મહા--કાલી,
દેવીઓ ચક્રેશ્ર્વરી, અજિતા, દુરિતારિ, કાલિ, મહાકાલી,
અચ્ચુઅ--સંતા--જાલા સુતારયાસોય--સિરિવચ્છા ॥ ૯ ॥
અચ્--ચુઅ--સન્--તા--જાલા સુતા--રયા--સોય--સિરિ--વચ્--છા.
અચ્યુતા, શાંતા, જ્વાલા, સુતારકા, અશોકા, શ્રીવત્સા.
ચંડા વિજયંકુસિ, પન્નઈત્તિ નિવ્વાણી અચ્ચુઆ ધરણી ।
ચણ્--ડા વિ--જયઙ--કુસિ, પન્--નઈત્--તિ નિવ્--વાણી અચ્--ચુઆ ધર--ણી,
ચંડા, વિજયા, અંકુશા, પન્નગા, નિર્વાણી, અચ્યુતા, (બલા) ધારિણી,
વઈરુટ્ટ છુત્ત ગંધારિ, અંબ પઉમાવઈ સિદ્ધા ॥ ૧૦ ॥
વઈ--રુટ્--ટ છુત્--ત ગન્--ધારિ, અમ્--બ પઉ--મા--વઈ સિદ્--ધા.
વૈરુટ્યા, અચ્છૂપ્તા, ગાંધારી, અંબા, પદ્માવતી, સિદ્ધાયિકા.
ઈય તિત્થરક્ખણરયા, અન્ને વિ સુરાસુરી ય ચઉહાવિ ।
ઈય તિત્--થ--રક્--ખણ--ર--યા, અન્--ને વિ સુરા--સુરી ય ચઉ--હાવિ,
એ પ્રકારે તીર્થ (ચતુર્વિધ સંઘ)ની રક્ષામાં તત્પર (પૂર્વોક્ત યક્ષ, યક્ષિણી) અને બીજા પણ દેવદેવીઓ ચારે પ્રકારના પણ,
વંતરજોઈણિપમુહા, કુણંતુ રક્ખં સયા અમ્હં ॥ ૧૧ ॥
વન્--તર--જોઈ--ણિ--પમુ--હા, કુ--ણન્--તુ રક્--ખમ્ સયા અમ્--હમ્.
વ્યંતર અને યોગિની વગેરે કરો રક્ષણ હંમેશાં અમારું.
એવં સુદિટ્ઠિસુરગણ--સહિઓ સંઘસ્સ સંતિજિણચંદો ।
એવમ્ સુદિટ્--ઠિ--સુર--ગણ--સહિઓ સઙ્--ઘસ્--સ સન્--તિ--જિણ--ચન્--દો
એ પ્રકારે સમ્યગ્દ્દષ્ટિ દેવોના સમૂહથી સહિત સંઘની શ્રીશાંતિ જિનચંદ્ર,
મજ્ઝવિ કરેઉ રક્ખં, મુણિસુંદરસૂરિથુઅમહિમા ॥ ૧૨ ॥
મજ્--ઝ વિ કરેઉ રક્--ખમ્, મુણિ--સુન્--દર--સૂરિ--થુઅ--મહિમા.
મારું પણ કરો રક્ષણ મુનિઓમાં પ્રધાન શ્રુતકેવલીઓએ સ્તવ્યો છે મહિમા જેનો.
ઈય સંતિનાહ સમ્મ--દ્દિટ્ઠિ રક્ખં સરઈ તિકાલં જો ।
ઈય સન્--તિ--નાહ સમ્--મદ્--દિટ્--ઠિ રક્--ખમ્ સર--ઈ તિકા--લમ્ જો
આ પ્રમાણે શાંતિનાથની સમ્યગ્દષ્ટિ મનુષ્ય રક્ષાને સ્મરણ કરે છે ત્રણે કાળે જે,
સવ્વોવદ્દ્વરહિઓ, સ લહઈ સુહસંપયં પરમં ॥ ૧૩ ॥
સવ્--વો--વ--દ્--દવ--રહિઓ, સ લહ--ઈ સુહ--સમ્--પયમ્ પર--મમ્.
સર્વ ઉપદ્રવથી રહિત થયેલો તે પામે છે સુખસંપદાને ઉત્કૃષ્ટ.